Face Of Nation:પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો . ત્યાર બાદ બપોરે અંતિમ યાત્રા નીકળી હતી.અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિઠ્ઠલભાઈને કેન્સર જેવી બીમારીને કારણે આજ વર્ષે અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી જ્યાં ઓપરેશન પણ કરાવ્યું હતું. મોઢામાં કેન્સર થયું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો.વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ બપોરે અંતિમ યાત્રા નીકળી હતી