Face Of Nation:સૌરાષ્ટ્રમાં વાદળો વરસી રહ્યા છે ત્યારે કોઈને ખબર નહોતી કે આજે સૌરાષ્ટ્રનો આ સાવજ ફાની દુનિયાને છોડી દેવાનો છે.જે નેતાએ લોકોના દિલમાં સ્થાન મેળવીને લોકપ્રિયતા મેળવી તેવા નેતા આજે પ્રજાને મૂકીને ચાલ્યા ગયા છે.સૌરાષ્ટ્ર કદાવર ખેડૂત પાટીદાર નેતા રાદડિયાનું આજે અવસાન થયું છે જેને લઈને જામકંડોરણા સહીત સૌરાષ્ટ્રના લોકો તેમના અંતિમ દર્શને ઉમટી પડ્યા છે.વિઠ્ઠલભાઇના પગલે તેમના પુત્રએ પણ સરકારમાં મંત્રી બનીને પ્રજાની પડખે રહેવામાં પ્રજાનો વિશ્વાસ કેળવી લીધો છે.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ પથારીવશ હતા. વિઠ્ઠલભાઈ રાદડીયાના અંતિમ દર્શન તા.30/07/2019 મંગળવાર સવારના 07 થી બપોરના 12 કલાક સુધી કન્યા છાત્રાલય-જામકંડોરણા ખાતે કરી શકાશે અને તેમની સ્મશાનયાત્રા તા.30/07/2019 મંગળવાર બપોરે 01 કલાકે નિવાસસ્થાનેથી નીકળશે.
.