Home News વિશાળ મેદની વચ્ચે વિઠ્ઠલભાઇની નીકળી અંતિમયાત્રા:વિઠ્ઠલભાઇ અમર રહોના ગૂંજતા રહ્યા નારા

વિશાળ મેદની વચ્ચે વિઠ્ઠલભાઇની નીકળી અંતિમયાત્રા:વિઠ્ઠલભાઇ અમર રહોના ગૂંજતા રહ્યા નારા

Face Of Nation:રાજકોટ પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું નિધન થયું છે. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું છે. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ હજાકો લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફાવાળો ફોટો રાખવામાં આવ્યો છે. અંતિમયાત્રામાં જય જવાન જય કિસાન, વિઠ્ઠલભાઇ તમે અમર રહોના નારા લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી રહી છે. અંતિમસંસ્કાર જામકંડોરણાના સ્મશાનમાં કરવામાં આવશે.