Home World રશિયાની ચિમકી; પશ્ચિમી દેશોને 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવા...

રશિયાની ચિમકી; પશ્ચિમી દેશોને 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે મજબૂર કરાશે

Face Of Nation 09-03-2022 : યુક્રેન પરના આક્રમણને કારણે રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોથી હચમચી ઉઠ્યું છે. રશિયાના નાયબ વડા પ્રધાને કહ્યું છે કે જો તેના એનર્જી સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તે પશ્ચિમી દેશોને 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે મજબુર કરાશે. તેણે રશિયા-જર્મની ગેસ પાઈપલાઈન બંધ કરવાની પણ ધમકી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને સહયોગી દેશો રશિયાનો ઊર્જા પુરવઠો ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. પરિણામે સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ 130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા જે 2008 પછીનું સર્વોચ્ચ સ્તર છે.
રશિયન તેલ ખરીદવાના ઇન્કાર કરવાના ગંભીર પરિણામો આવશે
રશિયાના નાયબ પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું છે કે રશિયન તેલ ખરીદવાના ઇન્કાર કરવાના ગંભીર પરિણામો આવશે. તેનાથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચશે. તે દિવસ દૂર નથી જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત 300 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. રશિયાનું તેલ હાલ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે પરંતુ કોઈ દેશ તેને ખરીદવાની હિંમત નથી કરી રહ્યો કારણ કે તે રશિયાનો ખુલ્લો સમર્થક બની જશે. તેલની નિકાસ પર પ્રતિબંધ રશિયાની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).