Home News વોડાફોન મોબાઈલ નેટવર્ક ઠપ્પ થતા લોકો ત્રાહિમામ, સાંજે બે કલાક માટે...

વોડાફોન મોબાઈલ નેટવર્ક ઠપ્પ થતા લોકો ત્રાહિમામ, સાંજે બે કલાક માટે બંધ થઈ સર્વિસ

Face Of Nation : ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા ભારત દેશમાં મોબાઈલના ટાવર જ સરખા પકડાતા નથી ત્યાં બીજી શું વાત કરવી. થોડા થોડા દિવસે લોકોના મોબાઈલ ઠપ્પ થઇ જવાની, ચાલુ ફોનમાં અવાજ કપાવવાની તથા શહેરમાં આવેલા ઓવર બ્રિજો ઉપર ફોનના ટાવર કપાઈ જવાની અનેક ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને મોબાઈલ પોર્ટિબિલિટી કરાવનારા ગ્રાહકોને ખુબ જ તકલીફ પડી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠે છે. છતાં આ મામલે તંત્ર દ્વારા મોબાઈલ કાર્ડ કંપનીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે બુધવારે સાંજે આશરે 6 થી 8.30ના સમયગાળા દરમ્યાન વોડાફોનના નેટવર્ક અચાનક ઠપ્પ થઈ ગયા હતા અને લોકોને ફોન કોલ્સ લાગતા બંધ થઇ ગયા હતા. ગ્રાહકોએ કંપનીની આવી કામગીરી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખાસ કરીને, પોસ્ટપેઈડ કસ્ટમર્સ દ્વારા એવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, કંપનીની આવી બેદરકારી છતાં બિલમાં કોઈ માફી આપવામાં આવતી નથી. બિલમાં પુરેપુરી રકમ વસુલ કરવામાં આવે છે. જે ગ્રાહકો પાસે છેતરપિંડી સમાન છે.