Home News નાના બચતકારો માટે માઠા સમાચાર, મોદી સરકારે નાની બચત યોજનાઓના વ્યાજમાં...

નાના બચતકારો માટે માઠા સમાચાર, મોદી સરકારે નાની બચત યોજનાઓના વ્યાજમાં કર્યો ઘટાડો

બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે બીજી તમામ યોજનાઓ પર 0.10%નો ઘટાડો કર્યો છે.

Face Of Nation:નવી દિલ્હીઃ નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. તેમાં એનએસસી અને પીપીએફ જેવી નાની બચત સ્કીમ્સ પણ સામેલ છે. વ્યાજ દરમાં ઘટાડા બાદ નવો દર એક જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ થસે. જોકે બચત ખાતા પર 4 ટકા વાર્ષિક વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે.

બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે બીજી તમામ યોજનાઓ પર 0.10%નો ઘટાડો કર્યો છે. બચત જમા ખાતા પર વ્યાજ દર 4 ટકા વાર્ષિક જ રહેશે. આ ઘટાડા પછી હવે PPF અને NSC પર વ્યાજ દર 7.9 ટકા હશે જ્યારે હાલ આ વ્યાજ દર 8 ટકા છે. તો 113 મહિનાને પાકતા કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.6 ટકા વ્યાજદર મળશે. જે પેલા 7.7 ટકા હતું.

સુકન્યા સમૃદ્ધિ ખાતા પર હવે 8.4 ટકા વ્યાજ મળશે જે પેલા 8.5 ટકા હતું. એકથી ત્રણ વર્ષના અવધિ વાળી યોજનાઓમાં રોકાણ પર હવે 6.9 ટકા અને પાંચ વર્ષની અવધિ પર 7.7 ટકાના દરે વ્યાજ મળશે. પાંચ વર્ષના સમયગાળા વાળી વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર હવે 8.7 ટકાની જગ્યાએ 8.6 ટકા મળશે.