Home Crime અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજા માટે હજુ જોવી પડશે રાહ, જાણો કેમ…

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજા માટે હજુ જોવી પડશે રાહ, જાણો કેમ…

Face of Nation 11-02-2022 : 54 લોકોએ જીવ ગુમાવ્યો હતા તે અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં સજા માટેની આજની સુનાવણી વિશેષ અદાલતમાં પૂર્ણ થઈ છે. સજાનાં એલાન પર આજે કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો. જો કે, વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે અને સોમવારે દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરશે.

49 લોકો દોષિત
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થયો છે. સાથે રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે. ઉલ્લેખનિય છે કે

આ કારણે 1 દોષિત અયાઝ સૈયદને મળી સજામાંથી મુક્તિ
9 ફેબ્રુઆરીએ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. કેસના 49 દોષિત માટે કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી. સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ કઈ કઈ કલમ લગાવવામાં આવી છે ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે..

ભરૂચથી મળેલી એક કડીએ કેસ ઉકેલ્યો
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી. જેમાં ભરૂચમાં થી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. આજે આ કેસમાં 49 આરોપીઓ દોષિ જાહેર થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU