Face Of Nation 17-04-2022 : રશિયા-યુક્રેન યુદ્ધને 52 દિવસ વીતી ગયા છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં સૈનિકોની સાથે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. કિવ પોલીસના જણાવ્યા અનુસાર રાજધાનીમાં અત્યાર સુધીમાં 900 થી વધુ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી બૂચામાંથી 350થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક ખાનગી ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું હતુ કે 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં યુક્રેનમાં લગભગ અઢીથી ત્રણ હજાર સૈનિકો શહીદ થયા છે, જ્યારે 10 હજારથી લોકો વધુ ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ કાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ ડૂબી જવાની ઘટના બાદ રશિયાએ અમેરિકાને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે અમેરિકા યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરે. જો આવું નહીં કરવામાં આવે તો અમેરિકાને એવા જોખમોનો સામનો કરવો પડી શકે છે, જેનો અંદાજ પણ ન લગાવી શકાય. આ બાબતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકાને યુક્રેનનું સમર્થન કરતા કોઈ રોકી શકશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World યુદ્ધનો 53મો દિવસ: પુતિનની જો બાઈડેનને ખૂલ્લી ધમકી, કહ્યું-યુક્રેનને હથિયાર આપવાનું બંધ...