Face Of Nation 17-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના પરમાણુ હુમલા અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, રશિયાના પરમાણુ હથિયારના હુમલા સામે દુનિયાએ તૈયાર રહેવાની જરૂર છે. કિવમાં યુક્રેનિયન પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું, આપણે એ ક્ષણની રાહ જોવી જોઈએ નહીં જ્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે. આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ. રશિયા કોઈપણ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે. તેમણે વધુંમાં કહ્યું હતુ કે એન્ટી રેડિએશન દવાઓ અને હવાઈ હુમલાથી બચવાના આશ્રયસ્થાનોની જરૂર પડશે. તો બીજીતરફ રશિયા તરફથી હવાઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને સમગ્ર યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નજીકના શેલ્ટરમાં જવાની સલાહ અપાઈ છે. ગમે તે સમયે હવાઈ હુમલા થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ઝેલેન્સ્કીની ચેતવણી, કહ્યું-દુનિયા રશિયાના “પરમાણુ” હુમલા સામે તૈયાર રહે, એન્ટી રેડિએશન દવાઓ...