Home Gujarat “મગજ તો ગુજરાતીઓનું”: ધરમપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલના બદલે પાણી...

“મગજ તો ગુજરાતીઓનું”: ધરમપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલના બદલે પાણી અપાતું હોવાનો આક્ષેપ, વાહનચાલકોનો હોબાળો!

Face Of Nation 21-04-2022 : વલસાડની ધરમપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલના બદલે પાણી અપાતું હોવાનો વાહન ચાલકોએ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. વલસાડ નજીકના ધરમપુર ચોકડી પાસે આવેલા શંકર પેટ્રોલ પંપ ઉપર આજે મોડી સાંજે પેટ્રોલ પુરાવવા આવેલા વાહનોમાં પેટ્રોલના બદલે પાણી નીકળતાં વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. પેટ્રોલ ભરાવ્યા બાદ મોટા પ્રમાણમાં વાહન બંધ થતા પેટ્રોલ પંપ સંચાલકો સામે ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા શહેર પોલીસ દોડી ગઈ હતી જોકે, પેટ્રોલપંપના સંચાલકે પાણી હોવાનો ઈન્કાર કર્યો હતો પેટ્રોલમાંથી ઇથેનોલનો ભાગ છૂટો પડ્યો હોવાનો દાવો કર્યો હતો.
પેટ્રોલ ના બદલે પાણી નીકળ્યું
એક તરફ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવો આસમાને પહોંચી ગયા છે. વાહનચાલકો કરકસર કરી નાછૂટકે પેટ્રોલ ડીઝલ ગેસ પૂરાવી રહ્યા છે. ધરમપુર ચોકડી હાઈવે નજીક શંકર પેટ્રોલ પંપ નામનો પેટ્રોલ પંપ આવેલો છે. આજરોજ મોડી સાંજે શંકર પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં વાહનો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. જોકે, પેટ્રોલ ભરાવ્યા બાદ વાહનો ચાલુ નહી થતા તપાસ કરતાં દરેક વાહનોમાં પેટ્રોલ ના બદલે પાણી નીકળ્યું હોવાનો વાહન ચાલકોએ આક્ષેપ કર્યો હતો. એક પછી એક ટુ વ્હીલર, કાર સહિતના વાહનોમાં ચેક કરતા પાણી હોવાનું માલુમ પડતા વાહન ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વલસાડ શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).