Home Uncategorized ધાબળા-રજાઇ કાઢી લેજો, ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા બન્યું સૌથી ઠંડું શહેર

ધાબળા-રજાઇ કાઢી લેજો, ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા બન્યું સૌથી ઠંડું શહેર

Face Of Nation, 14-11-2021: ગુજરાતભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી બાજુ હવામાન વિભાગની ઠંડીની આગાગીને જોતા ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, એટલે કે હજુ ઠંડીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દિવસ કરતાં રાતના સમયે ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે નલિયા 13.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં ઠંડુગાર સાબિત થઈ રહ્યું છે.

હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. નવેમ્બરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. શક્ય છે કે તેના કારણે દરેક જિલ્લાઓમાં 2થી5 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવે.

બીજી બાજુ રાજ્યમાં પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)