Face Of Nation, 06-11-2021: ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે. વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. નવા વર્ષની રાતે પણ સૂસવાટાભર્યો પવન અનુભવાતો હતો. આવામાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડુગાર રહેતા નલિયાનુ તાપમાન પણ ઘટી ગયુ છે. નલિયાનો પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ સાથે જ વલસાડ શહેરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે.
પોરબંદર, વડોદરા અને ડીસાનું તાપમાન 17 ડિગ્રી
રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી
મહુવા, કેશોદ અને ભાવનગરનું તાપમાન 19 ડિગ્રી
અન્ય શહેરોનું તાપમાન 20 ડિગ્રી
નવા વર્ષની ઉજવણી સાથે જ કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ફુલ ગુલાબી ઠંડીની સાથે નલિયાના તાપમાન ઘટાડો નોંધાયો છે. નલિયા પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. કચ્છમાં ભાઈબીજની વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ (rain) આવી શકે છે. આજે ભાઈબીજના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)