Face Of Nation, 03-10-2021: 21 રાઉન્ડના અંતે મમતા બેનર્જીને 84,709 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 મત મળ્યા છે. બારમા રાઉન્ડના અંતે મમતા બેનર્જીને 48,813 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 13,843 મત મળ્યા છે.
પશ્ચિમ બંગાળમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. હાલ ટીએમસી ત્રણેય બેઠક જંગીપુર, ભવાનીપુર અને શમશેરગંજ પર આગળ છે. હાઈ પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર ટીએમસીના મમતા બેનર્જી 2799 મતથી આગળ છે.
પશ્ચિમ બંગાળના સીએમ બની રહેવા માટે 5 નવેમ્બર પહેલા મમતા બેનર્જીએ રાજયની વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. નહીં તો તેમણે પદ છોડવું પડશે. બધારણની કલમ 164 મુજબ જો કોઈ વ્યક્તિ વિધાનસભાના સભ્ય ન હોય અને મુખ્યમંત્રી બની જાય તો તેણે 6 મહિનાની અંદર રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ નથી આથી મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે.
સીએમ મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી 2021માં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી ભાજપના શુભેન્દુ અધિકારી સામે 1956 મતોથી હાર્યા હતા. જ્યારે તે સમયે ભવાનીપુર બેઠક પરથી ટીએમસીના શોભનદેવ ચટ્ટોપાધ્યાય ચૂંટણી જીત્યા હતા. તેમણે જો કે મમતા બેનર્જી માટે વિધાયક પદેથી રાજીનામું આપી દીધુ.
પેટાચૂંટણીમાં જંગીપુર વિધાનસભા બેઠક પર 76.12 ટકા મતદાન થયું હતું. જ્યારે શમશેરગંજ વિધાનસભા બેઠક માટે 78.60 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ભવાનીપુર બેઠક માટે મતદાન 30 નવેમ્બરે થયું હતું અને 53.32 ટકા નાગરિકોએ પેટાચૂંટણીમાં મત આપ્યો હતો.
ભવાનીપુર એ મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. પરંતુ ગઈ વખતે તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડી. જ્યાં ભાજપના શુભેન્દુ અધિકારીએ તેમને હરાવ્યા હતા. મહત્વની વાત એ છે કે આ બેઠક પર 70 ટકાથી વધુ મતદારો નોન બંગાળી છે. જેમાં મોટાભાગના ગુજરાતી મૂળના છે. ગુજરાતી મૂળના લોકો મમતા બેનર્જીને પોતાના પ્રતિનિધિ માનતા ખચકાય છે. જો તેની અસર મત પર પડશે તો મમતા બેનર્જી માટે મુશ્કેલી થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)