Home Uncategorized “નંદી” ઉપર હાર છતાં નારી શક્તિની જીત : મોદીજી, તમે નહીં જીતો...

“નંદી” ઉપર હાર છતાં નારી શક્તિની જીત : મોદીજી, તમે નહીં જીતો એ નક્કી જ હતું છતાં કોરોનામાં સમય બગાડ્યો અને દેશને આપત્તિમાં ધકેલ્યો

Face Of Nation, 03-05-2021 : બંગાળ એક એવું રાજ્ય હતું જ્યાં સત્તામાં રહેલી નારી શક્તિને હરાવવા અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતર્યા હતા. બંગાળ માટે એક એવો દિવસ છે કે, જ્યાંના મુખ્યમંત્રીના માર્ગદર્શન અને મહેનત નીચે તેમનો પક્ષ ચૂંટણીમાં જીતી ગયો છે, પણ પોતે નંદીગ્રામ મતક્ષેત્રમાં હારી ગયા છે, મમતાની આ હાર પાછળ પણ એક મોટી જીત છે. આ જીત મમતા માટે ગર્વરૂપ છે કેમ કે પહેલી વાર દેશમાં કોઈ નારી શક્તિએ તેના દમ ઉપર રાજ્યમાં જીત હાંસલ કરી છે. આ ઘટના ઐતિહાસિક ચોક્કસ કહેવાશે કેમ કે બંગાળ સિવાય કદાચ ભારતનું એક પણ રાજ્ય એવું નથી જ્યાં મહિલાના નેતૃત્વ હેઠળ ચૂંટણી જીતવામાં આવી હોય.
વિશ્વમાં કોરોના એક એવી મહામારી હતી કે જેની સામે લડવા વિશ્વના તમામ દેશના નેતાઓ તેમનાથી થતા તમામ પ્રયાસો કરી રહ્યા હતા. પોત પોતાના દેશની જનતાને કોરોનાથી બચાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા હતા અને બીજી બાજુ ભારતના વડાપ્રધાન બંગાળમાં ચૂંટણી જીતવા માટે દીદી,. ઓ દીદીના નારે સભાઓ સંબોધી રહ્યા હતા. આ એ સમય હતો જેમાં કોરોનાએ તેની બીજી લહેર શરૂ કરી હતી અને ભારતના અનેક રાજ્યોમાં પરિસ્થિતિઓ અત્યંત ભયાનક બનતી જઈ રહી હતી તેમ છતાં વડાપ્રધાન સહીત કેન્દ્રના દિગ્ગ્જ નેતાઓએ બંગાળની ચૂંટણીમાં ધ્યાન આપ્યું છતાં ભાજપ બંગાળમાં સફળ થયું નહીં.
બંગાળમાં મમતાની નંદીગ્રામ મતક્ષેત્રમાં હાર ચોક્કસ થઇ છે. જો કે આ એક એવી હાર છે કે જેની પાછળ એક મોટી જીત છે, કદાચ બંગાળને હવે મુખ્યમંત્રી પદે મમતા બેનર્જી જોવા નહીં મળે તો મમતાના હાથ નીચે તૈયાર થયેલા તેમના નજીકના નેતાને જ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ છે. તૃણમૂલ રાજ્યસભાના સાંસદે પરિણામો બાદ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે. આ પોસ્ટમાં તેઓએ એક સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક તરફ ભાજપની સાથે સીબીઆઈ, ઈડી, ચૂંટણી પંચ, મીડિયા, પૈસા અને પક્ષપલટો કરનારાઓનો ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ બ્રાયને કહ્યું કે આ બધાં પર મમતા, તૃણુમૂલના કાર્યકર્તાઓ અને બંગાળની જનતા ભારે પડી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)