Home News દીદી બગડ્યાં : રાજ્યપાલ-સરકાર વચ્ચેનો સંઘર્ષ; પશ્ચિમ બંગાળમાં હવે ‘રાજ્યપાલ’ નહીં, મુખ્યમંત્રી...

દીદી બગડ્યાં : રાજ્યપાલ-સરકાર વચ્ચેનો સંઘર્ષ; પશ્ચિમ બંગાળમાં હવે ‘રાજ્યપાલ’ નહીં, મુખ્યમંત્રી બનશે સરકારી તમામ યુનિ.ના વાઈસ ચાન્સેલર!

Face Of Nation 26-05-2022 : બંગાળમાં રાજ્યપાલ સામે મમતા બેનર્જીએ વધુ એક બાબતે મોરચો માંડ્યો છે. આ નાટ્યક્રમ હવે યુનિવર્સિટીની સંચાલન સત્તાનો સમવેશ થયો છે. હવે સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ગણાશે. એટલેકે હવે રાજ્યપાલની જગ્યાએ મમતા બેનર્જી ચાન્સેલર ગણાશે. આ સત્તા હાંસલ કરવા માટે બંગાળની વિધાનસભામાં આ અંગેનું સંશોધિત બિલ મમતા સરકાર દ્વારા રજુ કરવામાં આવશે. બંગાળના શિક્ષણમંત્રી બ્રત્ય બાસુએ જણાવ્યું છે કે, ગુરૂવારના રોજ થયેલી કેબિનેટ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર-મમતા બેનર્જી વચ્ચેનો 36નો આંકડો
બંગાળમાં થોડા દિવસ પહેલા યુનિવર્સિટીમાં કુલપતિની નિમણુક અંગે ખેંચતાણના અહેવાલો સામે આવ્યા હતા. આ મામલે રાજ્યપાલની શક્તિઓ ઓછી કરવા માટે મમતા સરકારે આ પગલું લીધુ છે. થોડા સમય પહેલા રાજ્યપાલ જગદીપ થનખડ ઉપર આરોપ લાગ્યો હતો કે, તેમણે સરકારની મંજુરી વગર અનેક કુલપતિઓની નિમણુક કરી હતી. કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચેનો 36નો આંકડો જગ જાહેર છે.મમતા બેનર્જીને કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. જાન્યુઆરીમાં જ મમતા બેનર્જીએ જગદીપ થનખડને ટ્વીટર પર બ્લોક કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તે જગદીપ થનખડના ટ્વીટથી તેઓઇ હેરાન થઈ ગયા છે.
ગવર્નર રાજ્યના ચીફ સેક્રેટરી અને DGPને ધમકી આપતા
તેમણે જગદીપ થનખડ ઉપર સત્તા દુરૂપયોગના ગંભીર આરોપો પણ લગાવ્યા હતાં. મમતાએ કહ્યું હતું કે, બંગાળના ગવર્નર રાજ્યના ચીફ સેક્રેટરી અને DGPને ધમકી આપતા હતા. તેમણે આગળ કહ્યું કે, તેમણે જગદીપ થનખડ વિશે પીએમને અનેક પત્રો લખ્યા છે કે તેઓ સાંભળતા નથી, ધનખડ અનેક ફાઈલોને મંજૂરી આપતા નથી અને હવે તો લાગે છે પીએમઓ પણ આ મામલે મુકબધિર થઈ ગયું છે તેમ મમતાએ જગજાહેર કહ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).