Face Of Nation, 07-05-2021 : છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના દર્દીઓ ગુજરાતમાં જીવ ગુમાવી રહ્યા છે. પહેલી વાર પ્રજા લોકડાઉન માંગી રહી છે અને સરકાર લોકડાઉનથી દૂર ભાગી રહી છે. ઓકિસજનના બાટલા મળતા નથી, હોસ્પીટલોમાં બેડ નથી, સારવારના નામે લૂંટ અને રેમડેસિવીર ઈન્જેકશનની કાળાબજારી થઇ રહી છે છતા પણ ભાજપના નેતાઓના પેટનું પાણી હલ્યુ નહિં અને બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હુમલાના વિરોધમાં ગુજરાતના અનેક ઠેકાણે પ્રદર્શન અને ધરણાના નામે બંગાળની મમતા સરકારનો વિરોધ કરવામાં આવ્યો. જો કે આ વિરોધ પ્રદર્શનો અને દેખાવોના ભાજપના નેતાઓએ સોશિયલ સાઇટ્સ ઉપર મુકેલા ફોટાઓ નીચે પ્રજાએ ઉગ્ર રોષ ઠાલવ્યો. અમદાવાદ ભાજપના કે.સી. પટેલે તો ઉગ્ર રોષનો સામનો કરતા પોતાની ફેસબુક પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી. કે.સીની જેમ અનેક નેતાઓએ આ મહામારી સમયે પણ વિરોધના ફોટાઓ સોશિયલ સાઇટ્સ ઉપર મૂકતા લોકોએ આડે હાથ લઈને ભાજપના નેતાઓને જાહેરમાં ગાળો ભાંડી. જો કે જાડી ચામડીના બની ગયેલા આ નેતાઓને લાજ શરમ જેવું કાંઈ નથી.
બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર થયેલા હુમલાનો વિરોધ કરવા ભાજપ ભુગર્ભમાંથી બહાર આવી ગયો છે. પ્રજા માટેની પીડા માટે સરકાર સામે ધરણા કે વિરોધ પ્રદર્શન ન કરનારા નેતાઓએ પક્ષ માટેની ચિંતા વ્યક્ત કરી હતી. શહેરમાં સભા, સરઘસ, રેલી કે ધરણા ન યોજવા સરકારની સૂચના છતાં ભાજપ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનેક ઠેકાણે ખુદ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશનર મુખપ્રેક્ષક બનીને જોયા હતા. ઠેર ઠેર ભેગા થતા નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ પૈકી સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ આ સવાલ જનતા અધિકારીઓને પૂછી રહી છે.
સામાન્ય લોકો એકઠા થાય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પ્રસાશન તેને મસમોટો દંડ ફટકારે છે. બીજી તરફ ભાજપ ધરણા કરા મોટી સંખ્યામાં કાર્યકરોને એકઠા કરે છે. શું પ્રસાશન આની વિરૂદ્ધ કોઇ પગલા ભરશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. હવે તો શરમ કરો નેતાઓ ગુજરાતની હાલત બદતર કરીને ધરણા પર બેઠા છો તે કેટલું યોગ્ય ગણાય તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. શું ભાજપના નેતાઓને કોરોના નડતો નથી, શું તેમને કોઇ નિયમો લાગુ પડતા નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)