ફેસ ઓફ નેશન, 28-04-2020 : કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ફરજ દરમ્યાન તેને કોરોનાનો ચેપ લગતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે તે કોરોના સામેની લડાઈમાં જીતીને સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરજ ઉપર પરત ફર્યો હતો. તે સમયે હાજર પોલીસ સ્ટેશનના સ્ટાફના તમામ કર્મચારીઓ સહીત પીઆઈએ તેની ઉપર ફૂલોનો વરસાદ કરીને વધાવી લીધો હતો.
કાલુપુર પોલીસ સ્ટેશનની બહાર પોલીસ જવાનો એકત્ર થયા હતા અને એક પોલીસ કર્મચારી ઉપર ફૂલો વરસાવી રહ્યા હતા. જે પોલીસ કર્મચારી ઉપર ફૂલો વરસાવવામાં આવી રહ્યા હતા તે કોરોનાને મ્હાત આપીને સંપૂર્ણ સ્વસ્થ થઈને આજે શહેરની સેવાર્થે પરત ફરજ ઉપર હાજર થયો હતો. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/0DP51Dw07-M
“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે