Face of Nation 24-02-2022 : અમદાવાદ મ્યુનિસિપલ ના બોગસ ખાતાના અમુક ચોંકવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. તે જાણીને તમને પણ નવાઇ લાગશે કે આવી તો કેવી બેદરકારી. હકીકતમાં એક કર્મચારી 16 વર્ષ અથવા 5,950 દિવસ સુધી નાગરિક સંસ્થાના પગારપત્રક પર હતો. મ્યુનિસિપલ સત્તાવાળાઓ આ વાતથી ત્યાં સુધી અજાણ હતા કે, સફાઇ કામદાર કામ પરના હાજરી પત્રક એટલે કે તેના રોસ્ટરમાંથી ગાયબ છે.
આસિસ્ટન્ટ કમિશ્નરે સબમિટ કરી બોગસ ડીગ્રી
અન્ય એક કિસ્સાની વાત કરીએ તો, એક આસિસ્ટન્ટ કમિશ્નરે બનાવટી બીકોમ ડિગ્રી સબમિટ કરી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે તે ડીપાર્ટમેન્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આવા ગેરકાયદેસર કામ કરવા બદલ આસિસ્ટન્ટ કમિશ્નરને પદભ્રષ્ટ પણ કરવામાં આવી શકે છે.
નોકરી મેળવવા રાશન કાર્ડમાં કરી છેડછાડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી નોકરી મેળવવા માટે અન્ય એક મ્યુનિસિપલ કર્મચારીએ તેના રેશન કાર્ડમાં તેના પિતાનું નામ બદલી નાખ્યું હતું.
સાત વર્ષથી ગાયબ હતો વેઇટબ્રીજ કર્મચારી
વધુ એક કિસ્સામાં એક વેઇટબ્રીજ કાર્યકર સાત વર્ષથી ગુમ હતો. ચોંકાવનારી વાત તે છે કે, વિજિલન્સ વિભાગ આ વાતથી અજાણ હતું. જેના પરથી વિભાગની બોગસ કામગીરી વિશે લોકોમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ તે 19 વ્યક્તિઓમાં સામેલ હતા જેમને વિજિલન્સ વિભાગ દ્વારા ફરજમાં બેદરકારી બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
AMC વિજીલન્સ ઓફિસરના ચોંકાવનારા ઘટસ્ફોટ
આવા અનેક કિસ્સાઓ તપાસમાં સામે આવતા તંત્રની કાર્યવાહીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. અને આ બેદરકારીનું લીસ્ટ અહીં જ પૂર્ણ થતું નથી. એક સિનિયર એએમસી વિજીલન્સ ઓફિસરના જણાવ્યા અનુસાર, “એક વરિષ્ઠ આરોગ્ય અધિકારી જે જાતીય સતામણીના કેસમાં દોષી સાબિત થયા હતા. તે પણ ખાતાકીય કાર્યવાહી માટે લાઇનમાં છે. અમારી પાસે પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ક્લાસ 2 ના અધિકારીનો કેસ પણ છે, જેણે ગયા વર્ષે ઓગસ્ટમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે એક શેરીમાં વેપાર કરતા વ્યક્તિને ખોટી રીતે પરેશાન કર્યો હતો.
જેના પગલે પોલીસ પણ એક્શનમાં આવી હતી અને નવરંગપુરા પોલીસે તેની અને તેના બે મિત્રોની ધરપકડ કરી હતી. તેના મિત્રો પણ તેની સાથે આ ગુનામાં સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધ સરકારી ખાતાઓની આવી ઘોર બેદરકારીઓ સામે આવતા પ્રજામાં અનેક સવાલો ઊભા થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).