Home News રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા શ્રીલંકાના પ્રધાનમંત્રી રાજપક્ષે, ભારત શ્રીલંકાને 3 લાખ ટન ચોખા...

રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા શ્રીલંકાના પ્રધાનમંત્રી રાજપક્ષે, ભારત શ્રીલંકાને 3 લાખ ટન ચોખા મોકલશે!

Face Of Nation 03-04-2022 : ભારતે શ્રીલંકાને ચોખા મોકલવાની શરૂઆત કરી છે. અહીં 40 હજાર ટન ચોખા મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મુખ્ય તહેવાર અગાઉ ચોખાનો જથ્થો શ્રીલંકા પહોંચી જશે. ભારત વર્ષ 2022માં શ્રીલંકાને ઓછામાં ઓછા 3 લાખ ટન ચોખા મોકલશે. તેને લીધે શ્રીલંકામાં પુરવઠો વધશે અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
650થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી
શ્રીલંકામાં ઈમર્જન્સીની સ્થિતિ વચ્ચે રાજકીય ઊથલ પાથલ પણ ખૂબ વધી ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને મળવા માટે પહોંચ્યા છે. આ સાથે એવી અટકળો વહેતી થઈ છે કે તેઓ સંપૂર્ણ પ્રધાનમંડળ સાથે રાજીનામુ આપી શકે છે. આ અગાઉ કોલંબોમાં રવિવારે સરકારનો વિરોધ કરી રહેલા 650થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોકો આર્થિક સંકટના વિરોધમાં કર્ફ્યુ તોડીને સરકાર વિરોધી મોરચો કાઢી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો
બીજી બાજુ શ્રીલંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધને પગલે રવિવારે દેશમાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આઉટ ઓફ સર્વિસ થઈ ગઈ છે. બીજી બાજુ રાજધાની કોલંબોમાં સુરક્ષા કર્મચારીઓને મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યા છે, જેથી સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).