Face of Nation 01-01-2022: કોવિડ-19 સામેની આપની સતત ચાલી રહેલી લડાઈનું આ ત્રીજું વર્ષ છે અને આખું વિશ્વ આ મહામારીને હરાવવા માટે લડી રહ્યું છે.
જો કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીને હરાવવા માટે એ જરૂરી છે કે આપણે અસમાનતાને હરાવીએ. જો આપણે આવું કરી શકીએ, તો આ વૈશ્વિક મહામારીને જરૂરથી હરાવી શકાય એમ છે.
WHOના વડા ટેડ્રોસે કહ્યું છે કે જો આપણે અસમાનતાને હરાવીશું તો આ મહામારી પણ હરાવી જશે. ટેડ્રોસે કહ્યું હતું કે કોઈ પણ દેશ આ રોગચાળાથી બાકી રહ્યો નથી. આપણી પાસે આવા ઘણા હથિયારો છે જેના વડે આપણે તેની સામે પોતાની સુરક્ષા કરી શકીએ છીએ અને તેનો સામનો કરી શકીએ છીએ.
જો આપણે અસમાનતાને હરાવીશું, તો હું માનું છું કે આપણે આ રોગને પન્ હરાવી શકીશું. તેમણે કહ્યું કે આપણે કોવિડ-19 મહામારીના ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હું માનું છું કે જો આપણે સાથે રહીશું તો આ મહામારીનું છેલ્લું વર્ષ હશે.
ટેડ્રોસે કહ્યું કે કોવિડ-19 એ માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા જ નથી કરી, પરંતુ ઘણા લોકોનું નિયમિત રસીકરણ, કુટુંબ યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઈ છે. તેની અસર તમામ પ્રકારના રોગોની સારવાર પર પણ પડી છે. તેમણે એમ પણ કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વની પ્રથમ મેલેરિયાની રસી લોન્ચ કરી છે. જો આ રસીનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે તો તે દર વર્ષે હજારો લોકોના જીવ બચાવી શકે.
ટ્રેડોસે કહ્યું કે ભવિષ્યમાં આવા સંક્રમણ કે રોગચાળાને રોકવા માટે અમે WHO બાયોહબ સિસ્ટમ શરૂ કરી છે. બર્લિનમાં એપિડેમિક અને પેન્ડેમિક ઇન્ટેલિજન્સ માટેનું હબ ખોલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે સાથે મળીને કોવિડ-19 સામે લડવાનું છે. 70 ટકા ગ્લોબલ વેકસીનેશન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).