Home Politics ‘કોણ સાચું, કોણ ખોટું’ WHO કે સરકાર?; WHOએ કહ્યું ભારતમાં કોરોનામાં 4.8...

‘કોણ સાચું, કોણ ખોટું’ WHO કે સરકાર?; WHOએ કહ્યું ભારતમાં કોરોનામાં 4.8 લાખ નહીં 47 લાખ લોકોએ જીવ ગુમાવ્યો, રાહુલે કહ્યું- વિજ્ઞાન ખોટું ના બોલે!

Face Of Nation 06-05-2022 :  વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કારણે 47 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સરકારે WHOના આંકડાઓનો વિરોધ કર્યો છે. તે ઉપરાંત કહ્યું છેકે, WHOએ જે પ્રમાણે ડેટા ભેગા કર્યો છે તે શંકાસ્પદ છે. જ્યારે હવે વિપક્ષ દ્વારા WHO દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તે સાથે જ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરી છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે 47 લાખના મોત થયા
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, કોવિડ મહામારીના કારણે 4.8 લાખ નહીં 47 લાખ ભારતીયોના જીવ ગયા છે. મોદી કરે છે એવું, વિજ્ઞાન કદી ખોટું ના બોલે. તે પરિવારોનું સન્માન કરવું જોઈએ જમણે આ મહામારીમાં તેમના પરિવારજનો ગુમાવ્યા છે. તેમને 4 લાખ રૂપિયાનું વળતર આપીને મદદ કરવી જોઈએ. WHOએ ગુરુવારે કહ્યું કે, છેલ્લાં બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અથવા તેની સાઈડ ઈફેક્ટના કારણે જીવ ગુમાવ્યો છે. WHOનો અંદાજ છે કે, ભારતમાં કોરોના વાયરસના કારણે 47 લાખ લોકોના મોત થયા છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ધેબ્રેયિયસે આ આંકડાને ગંભીર ગણાવ્યા છે.
દુનિયામાં કોરોનાથી ફક્ત 62 લાખના મોત થયાનું નોંધાયું
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત WHO દ્વારા આ સર્વે જે મોડલના આધારે કર્યો છે તેનો વિરોધ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મોડલની પ્રક્રિયા, કાર્યપ્રણાલી અને પરિણામનો ભારત વિરોધ કરે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ કહ્યું કે, આ ડેટા 17 રાજ્યોના આંકડાના આધારે છે. આ રાજ્યોને કયા આધારે પસંદ કરાયા, ડેટા ક્યારે લેવાયો, તેની માહિતી પણ ભારત સરકારને નથી અપાઈ. સરકારે આ મુદ્દે અત્યાર સુધી દસ પત્રો પણ લખ્યા છે, જેનો ડબલ્યુએચઓએ જવાબ પણ નથી આપ્યો. સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાથી 5.24 લાખ લોકોના મોત થયા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે, અનેક દેશોએ કોરોનાથી થયેલા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે. તેથી દુનિયામાં કોરોનાથી ફક્ત 62 લાખ લોકોના મોત થયાનું નોંધાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).