Home News કોણે કરી સી.આર.પાટીલ સામે હાઇકોર્ટમાં ફરિયાદ ?, હાઇકોર્ટે શું કર્યું ? સાંભળો...

કોણે કરી સી.આર.પાટીલ સામે હાઇકોર્ટમાં ફરિયાદ ?, હાઇકોર્ટે શું કર્યું ? સાંભળો એડવોકેટ આનંદ યાજ્ઞિકને

https://youtu.be/ays_QvS0MmQ

Face Of Nation, 21-04-2021 : કોરોના જેવી ,મહામારી સમયે લોકો જીવ બચાવવા વલખા મારી રહ્યા છે ત્યારે ભાજપના કેટલાક નેતાઓ માટે તો જાણે કે એક અવસર આવ્યો હોય તેમ કેટલાક નેતાઓ પોતાની પબ્લિસિટી કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. રેમડેસિવીરની અછત વર્તાઈ રહી છે અને લોકો આ ઇન્જેક્શન મેળવવા વલખા મારી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શનનો જથ્થો વહેંચવાની જાહેરાત કરી હતી. આ ઇન્જેક્શન ભાજપ કાર્યાલયે પણ વહેંચવામાં આવતા લોકોએ લાઈનો લગાવી હતી. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે મેડિકલનું કોઈ પણ પ્રકારનું લાઇસન્સ નહોતું કે કોઈ પરવાનગી નહોતી કે જેના થકી તેઓ આ ઇન્જેક્શનનો જથ્થો વેચી શકે. આ મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે ફરિયાદ દાખલ કરી છે. જેની સુનાવણી થતા હાઇકોર્ટે સી.આર.પાટીલ સહીત સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અને નોટિસ પાઠવી છે.
થોડા દિવસ પહેલા સી.આર.પાટીલે સુરતમાં રેમડેસિવિર ઈંજેકશનનું વિતરણ કર્યુ હતું. જેને લઈ તેમની સામે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે પણ “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે.આ કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, એડિશનલ ચીફ સેક્રેટરી, સુરત કલેક્ટર, સુરત પોલીસ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટરને નોટિસ પાઠવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)