Face Of Nation 14-02-2025 : પગમાં બેડીઓ અને હાથે હાથકડી સાથે ભારતની ધરતીએ વિદેશમાં ગેરકાયદે પ્રવેશનારા ભારતીયોઓ અમેરિકી વિમાનમાંથી ઉતરે છે. આ દ્રશ્ય જોઈને સમગ્ર ભારત દેશમાં વિરોધનો વંટોળ શરૂ થાય છે પણ અમેરિકામાં મોદીના ઉતરતા વેંત મોદી મોદી કરનારા ભારતીયો આ મામલે કશું જ બોલી શકતા નથી. જે લોકો અમેરિકામાં રહીને ભાજપની અને મોદીની જયઘોષ કરી રહ્યા છે તેવા ભારતીયો ભારતમાં ઉતરેલા તેમના ભાઈઓના પગમાં બેડી કે હાથે હથકડી જોવા છતાં અમેરિકાની ધરતી ઉપર કોઈ પણ પ્રકારનો વિરોધનો શૂર કાઢી શકતા નથી. આ ભારત દેશની એક મોટી નબળાઈ છે. ખરેખર તો જે લોકો વિદેશમાં રહીને મોદી મોદી કરી રહ્યા છે તેઓને ભારત પરત ફરી જ જવું જોઈએ કેમ કે, આવા લોકો દેશની ઘો ખોદવા પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. આવા લોકોને દેશમાં રહેવું નથી ગમતું પરંતુ વિદેશ અને વિદેશના પૈસા ગમે છે અને છતાં ભારતમાં કશું થાય તો અવાજ ઉઠાવવાની હિંમત પણ કરી શકતા નથી. અમેરિકામાં ક્યારેય જોવા નથી મળ્યું કે ભારત સાથે થયેલા અન્યાયને લઈને ભારતીયોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હોય કે અવાજ ઉઠાવ્યો હોય. ખરેખરમાં તો અમેરિકાએ પૈસો રળવા જતા બોર્ડર ક્રોસ કરીને આવનારા લોકોને બદલે જે લોકો મોદી મોદી કરે છે તેવા લોકોને પકડી પકડીને ડિપોર્ટ કરી દેવા જોઈએ કેમ કે જો તમારામાં ખરેખર દેશ ભક્તિ છે તો શું કામ અમેરિકામાં જીવન ગુજારો છો ? ભારત જઈને મોદીને સમર્થન કરીને દેશની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવવો જોઈએ.
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનાર ભારતીયોને ડિપોર્ટ કરીને તેમના પગમાં બેડીઓ અને હાથે હાથકડી બાંધીને ભારતની ધરતી ઉપર ઉતારતાની સાથે જ ભારતમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પરંતુ ભારતમાં કરવામાં આવી રહેલો અમેરિકાની કામગીરીનો વિરોધ શું કામનો છે તે પણ એક મોટો સવાલ છે. જો આ વિરોધ કે રજુઆત અમેરિકામાં કરવામાં આવે તો તે અસરકારક સાબિત થાય તેમ છે પણ અમેરિકામાં કોઈ ભારતીય આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની હિંમત કરશે નહિ. ખેર ! તટસ્થતાથી જોઈએ તો, અમેરિકાએ કરેલી કાર્યવાહી તેમના મત મુજબ યોગ્ય છે. કેમ કે, જે લોકો બોર્ડર થકી ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે તેવા લોકોએ અમેરિકાના કાયદાનો ભંગ કર્યો છે અને તેમની કાયદા પ્રણાલી મુજબ તેઓ ગુનેગાર છે અને ગુનેગારો સાથે કરવામાં આવતો વ્યવહાર તેઓએ સૌની સાથે કરવામાં આવે તે રીતે કર્યો છે. જો ખરેખર આ મામલો ગંભીર હોત તો ભારતના પ્રધાનમંત્રીએ પણ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમ્યાન તેને રજૂ કરવો જોઈએ પરંતુ મોદીએ આ મામલે કોઈ પણ રીતે રજુઆત કરી નથી.
અગાઉ આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, અમેરિકાથી ઈલીગલ ઈમિગ્ર્ન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનું પહેલી વખત નથી બન્યું, આવું વર્ષોથી થતું આવ્યું છે. વર્ષ 2009થી અમેરિકાથી ભારતીયોનું ડિપોર્ટેશન થતું હોવાનું જણાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 16 વર્ષોમાં 15,652 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. જેમાં સૌથી વધુ 2019માં 2042 લોકોને ભારત ડિપોર્ટ કરાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
અંબાણી મહેનતથી અને અદાણી મહેરબાનીથી ઉભી થયેલી પેઢી, દેશ માટે શરમજનક બની રહ્યા છે અદાણી