Home Uncategorized KFC એ શું કરી કાશ્મીર મામલે પોસ્ટ, પછી કેમ માગવી પડી માફી

KFC એ શું કરી કાશ્મીર મામલે પોસ્ટ, પછી કેમ માગવી પડી માફી

Face of Nation 08-02-2022 :

પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવતા કાશ્મીર એકજૂટતા દિવસમાં કેટલીક વૈશ્વિક કંપનીઓએ કૂદકો મારી પાકિસ્તાનની ભાટાઈ કરતા ભાઠે ભરાઈ છે. દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ બાદ ફૂડ ચેન કેએફસીની (K.F.C) પાકિસ્તાન ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીરની અલગ ઓળખને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેથી ભારતના લોકો ખૂબ જ નારાજ છે. સોશિયલ મીડિયા પર તેને લઈ કેએફસીને બોયકોટ કરવા સુધીનો અવાજ ઉઠ્યો હતો. મામલો બિચકતા ભારત સ્થિત કેએફસીએ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે માફી માગી હતી.

K.F.Cની પોસ્ટમાં શું હતું ?

કેએફસીની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ પોતાના સોશિયલ મીડિયા વેરિફાઈડ હેન્ડલથી કાશ્મીરના અલગાવવાદિઓનું સમર્થન કર્યું હતું. કંપનીએ પોસ્ટમાં લખ્યું હતું કે કાશ્મીર કાશ્મીરીઓનું છે. આ વિવાદિત પોસ્ટ બાદ ભારતમાં લોકોનો ગુસ્સો ફાટ્યો હતો અને સોશિયલ મીડિયા પર વિરોધ ચાલુ થઈ ગયો હતો. કે.એફ.સીએ (K.F.C) મામલો હાથમાંથી સરકતા જોતા એક સંદેશ લખ્યો હતો કે, ‘અમે ભારતની બહાર કેએફસીના સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા થયેલી પોસ્ટ માટે માફી માગીએ છીએ. અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વથી સેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.’

અમે આલોચના કરીએ છીએ: હ્યુન્ડાઈ

આ પહેલા કાર કંપની હ્યુન્ડાઈએ પણ કાશ્મીરની ભાટાઈ કરી હતી. હ્યુન્ડાઈની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ સંદર્ભે પોસ્ટ કરી હતી. જેને લઈ ટ્વીટર પર હ્યુન્ડાઈની વિરૂદ્ધ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા લિમિટેડે બાદમાં નિવેદન આપ્યું હતું કે એ રાષ્ટ્રીયતાનું સન્માન કરવાના વિચાર સાથે ઊભી છે. પોતાની પાકિસ્તાની યુનિટનું નામ લીધા વગર લખ્યું હતું કે, ‘હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અનઈચ્છનીય સોશિયલ મીડિયા પોસ્ટની સાથે ન જોડો. અમે આવા દૃષ્ટીકોણની આલોચના કરીએ છીએ.’

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).