ફેસ ઓફ નેશન,(ધવલ પટેલ) 04-04-2020 : કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનમાં જોવામાં આવ્યો હતો જો કે આ સમયે અમેરિકામાં પણ કેટલાક લોકોમાં આ રોગના લક્ષણો દેખાયા હતા, જો કે અમેરિકાએ તેને ગંભીરતાથી લીધો નહિ બાકી ડિસેમ્બર મહિનામાં જ અમેરિકામાં પણ આ રોગના દર્દીઓ જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વને આ મહામારીએ હચમચાવી દીધું છે. કોરોના એ જીવલેણ જ છે એવું નથી પરંતુ કોરોના ચેપી રોગ હોવાથી તેના ફેલાવાને જલ્દીથી કાબુમાં લઈ શકતો નથી અને જો એક વાર આ રોગનો ફેલાવો શરૂ થાય તો તંત્ર પાસે એટલી બધી સુવિધાઓ કે આઇસીયુ ઉપલબ્ધ નથી કે તેને પહોંચી વળવા સક્ષમ બની શકે. વિશ્વ ઉપર પ્રભુત્વ કરનારા અમેરિકા જેવા દેશોને પણ આજે ખુલ્લી જગ્યાઓમાં, મોટા હોલમાં, હોસ્પિટલની બહાર ટેન્ટ નાખીને આઇસીયુ સુવિધા ઉભી કરવાની નોબત આવી છે. આ રોગનો ફેલાવો ઝડપી છે. જેને કારણે તમામ સરકારો અને પ્રજામાં ડરનો માહોલ છે કે જો આ રોગનો ફેલાવો શરૂ થશે તો તેને અટકાવવો ખુબ જ કપરો બની જશે. વિશ્વના અનેક દેશો આ વાતની સાક્ષી પુરે છે. આ રોગમાં સપડાનારા લોકો સ્વસ્થ પણ થઇ ગયા છે. જો કે આ રોગથી મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ વૃધ્ધો છે. વૃદ્ધોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે અને તેમનામાં કોઈ પણ નાની મોટી બીમારીઓ રહેલી હોય છે તેવામાં કોરોના તેમના માટે જીવલેણ બની જાય છે. કોઈ પણ રોગ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખે છે. કોરોનાથી લોકોએ ડરવાની જરૂર નથી, સાવચેતી અને સ્વચ્છતા રાખવાની જરૂર છે. જે શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ નથી ફેલાયો તેવા વિસ્તારોના લોકોએ વિશેષ કાળજી રાખવાની જરૂરિયાત છે. આ રોગના ફેલાવાના જેની ઉપર આક્ષેપો થયા છે તે ચીનના વુહાનના પ્રારંભીક આંકડાઓ અનુસાર, મૃત્યુઆંકમાં 60 વર્ષના લોકો અને નબળી આરોગ્ય સ્થિતિ ધરાવતા લોકો સૌથી વધારે છે.
અમેરિકામાં થયેલા મૃત્યુની વર્ષ દીઠ રજૂ થયેલી ટકાવારી
અમેરિકામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સીડીસી(રોગ નિયંત્રણ નિવારણ કેન્દ્ર, અમેરિકા)એ કોરોના વાઇરસના કારણે થયેલા મૃતકોની વર્ષ દીઠ આંકડાકીય માહિતી રજૂ કરી છે, જે આ પ્રમાણે છે.
85 વર્ષ – 10 થી 27 ટકા
65-84 વર્ષ – 3 થી 11 ટકા
55-64 વર્ષ – 1 થી 3 ટકા
20-25 વર્ષ – 1 ટકા
19 વર્ષમાં – કોઈ નથી
લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો
શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ