Home News ઉમા ભારતીનો દબદબો; ભોપાલની એક વાઈન શોપમાં પ્રવેશી પથ્થરથી બોટલો તોડી નાંખી,...

ઉમા ભારતીનો દબદબો; ભોપાલની એક વાઈન શોપમાં પ્રવેશી પથ્થરથી બોટલો તોડી નાંખી, જુઓ Video

https://youtu.be/wgPtzTgQCgc

Face Of Nation 14-03-2022 : મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રવિવારે શરાબની એક દુકાનને નિશાન બનાવી છે. ઉમા ઓચિંતા જ ભોપાલની એક શરાબની દુકાન ઉપર પહોંચ્યા હતા અને પથ્થરથી બોટલોને તોડી નાંખી હતી. ભૂતપુર્વ CM સાંજે લગભગ 4 વાગે ભેલ ક્ષેત્રના બરખેડા પઠાણી વિસ્તાર પહોંચ્યા હતા. અહીં આઝાદ નગરમાં શરાબની એક દુકાન છે. ઉમા દુકાનમાં પ્રવેશ્યા હતા અને પથ્થરથી બોટલ તોડી હતી. ઉમા અનેક વખત રાજ્યમાં શરાબબંધીની માગ કરી ચુક્યા છે. કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ મંત્રી જીતુ પટવારીએ ઉમાને સાહસિક ગણાવી તેમની પ્રશંસા કરી હતી. પટવારીએ કહ્યું- ભાજપમાં કોઈ તો છે કે જેમની કથની અને કરણીમાં કોઈ અંતર નથી.
સ્થાનિય લોકો એકત્રિત થયા, દુકાનની નજીક મંદિર અને શાળા છે
ઉમા જ્યારે આઝાદ નગર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ ભૂતપુર્વ CMએ પથ્થર ઉઠાવ્યો અને દુકાનમાં પ્રવેશ કરી બોટલો તોડી નાંખી હતી. ભારતીએ કહ્યું- આ શ્રમિકોની વસ્તી છે. નજીક મંદિર અને શાળા છે. જ્યારે છોકરીઓ અને મહિલાઓ ઘરની છત પર ઉભા હોય છે ત્યારે શરાબી લોકો તેમની તરફ મોં કરી લઘુ શંકા પણ કરે છે. આ મહિલાઓનું અપમાન છે.
એક સપ્તાહમાં દુકાન બંધ કરવા ચેતવણી
ભૂતપુર્વ CMએ વધુમાં કહ્યું- શ્રમિકોની સંપૂર્ણ કમાણી આ દુકાનોમાં જતી રહે છે. અહીંના રહેવાસી અને મહિલાઓ અનેક વખત વિરોધ કરી ચુક્યા છે, ધરણા પણ આપી ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).