Face Of Nation, 22-10-2021: બોલિવુડના અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ દિનપ્રતિદિન અનેક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ નશાનો કાળો કારોબારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં એક 23 વર્ષનો ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટ્યો છે.
આ ઘટનામાં પીડિત યુવાનની માતાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. મારો પુત્ર આજે 2:30 વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારા પુત્રને ડ્રગ્સની લત લાગેલી છે. માતાએ આજે મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે. આ ઘટનાની માહિતી મળતા રાજકોટ SOG પોલીસની ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો 23 વર્ષનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને આજે તે એક ચિઠ્ઠી લખીને પોતાના ઘરમાંથી નીકળી ગયો છે, પરંતુ તે ક્યાં છે તેની મને કોઈ ખબર નથી. આજે સવારે પુત્ર ચિઠ્ઠી લખી નાસી ગયો છે જેમાં લખ્યું છે કે, તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું. આ વિશે મેં પોલીસને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પીડિત માતાએ પોલીસને અન્ય આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે.
પીડિત માતાએ પોતાના દીકરા વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારો 23 વર્ષીય પુત્ર છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. જેના કારણે મેં જૂન મહિનામાં પોલીસમાં એક અરજી કરીને ડ્રગ્સ માફિયાઓ વિશે માહિતી આપી હતી. પરંતુ ઉલ્ટાનું ડ્રગ્સ માફિયાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ મને ધમકીઓ આપી રહ્યા છે.
બીજી બાજુ એક્શનમાં આવી જઈને સુદ્ધા ધામેલીયા નામની આરોપીની SOG પોલીસે ધરપકડ કરી હતી. પીડિત માતાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં જૂન મહિનામાં અરજી કરતા પોલીસે ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આવા કેસ ફરીથી રાજ્યમાં ન બને તેના માટે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગૃહરાજ્યમંત્રીના આદેશ છૂટ્યા હતા અને રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. રાજકોટ પોલીસ હાલ યુવકને શોધવા માટે કામગીરી કરી છે.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા છે. આ અંગેની તમામ માહિતી મેળવી નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)