Home Sports મહિલા વર્લ્ડ કપ 2022 : ભારત-પાકિસ્તાન વચ્ચે આવતીકાલે ‘હાઈ વોલ્ટેજ’ મેચ

મહિલા વર્લ્ડ કપ 2022 : ભારત-પાકિસ્તાન વચ્ચે આવતીકાલે ‘હાઈ વોલ્ટેજ’ મેચ

Face Of Nation 05-03-2022 : ભારતીય મહિલા ટીમ રવિવારે (છઠ્ઠી માર્ચે) વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ ભારતીય સમય મુજબ વહેલી સવારે 6.00 વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓવલ મેંગુઈમાં રમાશે. ગત વર્ષનો વિજેતા કોઈપણ સંજોગોમાં આ વખતે જીતવા માટે ઉતરશે. મિતાલી રાજ ભારતને આ ખિતાબ અપાવીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવા માંગે છે. કોવિડ-19 મહામારીને કારણે એક વર્ષ બાદ આયોજિત આ ટુર્નામેન્ટ બાયો બબલમાં 6 સ્થળોએ રમાશે. ભારત 2005 અને 2017 માં રનર અપ ટીમ રહી હતી.
મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે
ભારત હજુ વર્લ્ડ કપ જીતી શક્યું નથી અને ગત વર્લ્ડ કપમાં રનર અપ રહેનાર ભારતીય ટીમ આ વખતે એક ડગલું આગળ વધવા માંગે છે. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે. જેને તેઓ યાદગાર બનાવવા માંગશે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ચાર વન-ડે હાર્યા બાદ પાંચમી મેચમાં ભારતનું શાનદાર પુનરાગમન થવાથી ટીમનું મનોબળ વધ્યું હશે. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની ભૂમિકા નિર્ણાયક હશે. પરંતુ ફોર્મમાં રહેલી રિચા ઘોષ, ઓપનર સ્મૃતિ મંધાના અને અનુભવી હરમનપ્રીત કૌરનું સારું પ્રદર્શન ભારત માટે ઘણું મહત્વનું રહેશે. ઓપનર સ્મૃતિ મંધાનાના 67 બોલમાં 66 રનની મદદથી ભારતે મંગળવારે ICC મહિલા વર્લ્ડ કપ પહેલા છેલ્લી પ્રેક્ટિસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 81 રનથી હરાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).