ફેસ ઓફ નેશન, 23-04-2020 : કોર્પોરેશનમાં ફરજ બજાવતી મહિલા મેડિકલ ઓફિસરની રજુઆત સાંભળીને રુંવાડા ઉભા થઇ જાય તેમ છે. હાલ આ મહિલા મેડિકલ ઓફિસરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોરોના મામલે સારી સારી કામગીરીની વાતો કરતા તંત્રની પોલ આવા અનેક કિસ્સાઓ ઉઘાડા પાડતા હશે. પરંતુ કોઈ હિંમત રાખીને બોલે છે અને કોઈ બોલી શકતા નથી. તાજેતરમાં જ એક પોલીસ કર્મચારીએ પણ પોતાને આપવામાં આવતી સારવાર મામલે ફરિયાદ કરી હતી. સતત લોકોની સેવાર્થે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને જ સુવિધા મળી રહી નથી તો આમ નાગરિકને સુવિધા મળશે તે માટે તો અનેક સવાલો હોય તે સ્વાભાવિક છે.
સવાર સાંજ પત્રકાર પરિષદ સંબોધીને પોતાની વાહવાહી રજૂ કરતું તંત્ર ખરેખર કામગીરીમાં કેટલું અસરકારક છે તેની પોલ આવા વિડીયો ઉઘાડી પાડી રહ્યા છે. એક મેડિકલ મહિલા ઓફિસર પોતાની રજુઆત કરતા કરતા રડી પડે છે તે ખુબ જ દયનીય કહી શકાય તેમ છે. એસી ચેમ્બર અને એસી ગાડીઓમાં સુરક્ષા કવચ સાથે ફરતા અધિકારીઓએ જે કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલે કામકાજ કરે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ન આપવામાં આવતી હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો જેણે ગાંધીનગરથી ફુંકાતા બણગાની સચ્ચાઈ રજૂ કરી દીધી હતી. સરકાર કોરોના મામલે કેટલી ગંભીર છે તે આવા વિડીયો દેખાડી દે છે. સરકાર અને અધિકારીઓ જે રીતે બોલે છે તે રીતે જો ખરેખર કામ થતું હોય તો આવા વિડીયો સામે આવે જ કેવી રીતે ? તે એક સવાલ છે.
જો કે વાહવાહી અને સારા કામો તો સરકારના અધિકારીઓ અને સરકાર ગમે તે રીતે રજૂ કરી જ દેશે. પરંતુ એક મીડિયાની ભૂમિકા તરીકે સરકારની જાહેરાતો પાછળની હકીકત શું છે તે બતાવવાનું કાર્ય અમે કરીએ છીએ અને કરીશું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
https://youtu.be/KPyyWqX6uFE
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !