Face Of Nation 20-05-2022 : તાલિબાન અધિકારીઓએ મહિલાઓના અધિકારોને મર્યાદિત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. તાલિબાને આ વખતે નવો આદેશ આપી મહિલા ન્યૂઝ એન્કરને એન્કરિંગ કરતી વખતે તેના ચહેરાને ઢાંકવાનો આદેશ આપ્યો છે. ટોલો ન્યૂઝ તરફથી મળેલી માહિતી પ્રમાણે આ આદેશ અફઘાનિસ્તાનના તમામ મીડિયા સંસ્થા માટે લાગૂ કરવામાં આવ્યો છે.
મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો
આ આદેશ બાદ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક એન્કરે કહ્યું- તાલિબાન નથી ઈચ્છતા કે અમે મીડિયા સંસ્થા સાથે જોડાયેલા રહીએ. તે શિક્ષિત મહિલાઓથી ડરે છે. તો પહેલા તાલિબાનોએ છોકરીઓ પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લીધો અને હવે તેઓ મીડિયામાં મહિલાઓને આગળ વધતી જોઈ શકતા નથી.
તાલિબાન માટે મહિલાઓ એક રોગ છે
સોશિયલ મીડિયા પર આ નવા ફરમાનની સોશિયલ અંગે ખૂબ ટીકા થઈ રહી છે . એક મહિલાએ ટ્વિટ કર્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે આખી દુનિયા માસ્ક પહેરી રહી છે અને તાલિબાન મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના ચહેરા ઢાંકી રહ્યું છે. તાલિબાન માટે મહિલાઓ એક રોગ છે. બીજી મહિલાએ લખ્યું- હવે અફઘાનિસ્તાનની મહિલાઓ 20 વર્ષ પાછળ ધકેલાઈ રહી છે.
છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મુક્યો
અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ તાલિબાને કહ્યું હતું કે, તેઓ મહિલાઓને વધુને વધુ સ્વતંત્રતા આપશે. તેનાથી વિપરિત તાલિબાન સતત ફરમાન બહાર પાડીને મહિલાઓએ જાહેરમાં પોતાનો ચહેરો ઢાંકવો જોઈએ અને જાહેર સ્થળોએ બુરખો પહેરવો જોઈએ તેવા નવા નિયમો રજૂ કરી રહ્યું છે. આ અગાઉ તાલિબાનોએ છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મુક્યો હતો.
મહિલાઓ માટે ‘નૉટી વુમન’ શબ્દનો ઉપયોગ
અફઘાનિસ્તાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ મહિલાઓ માટે ‘નોટી વુમન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તાલિબાનના ડરથી મહિલાઓ ઘરની બહાર નથી નીકળી રહી તો તેણે કહ્યું – અમે ‘નોટી વુમન’ને ઘરમાં રાખીએ છીએ. આ અંગે સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું- ‘નોટી વુમન’ એટલે એવી મહિલાઓ કે જેઓ બીજાના કહેવા પર સરકારને પ્રશ્નમાં મૂકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).