Face Of Nation 15-05-2022 : ઈન્ડિયન બેડમિન્ટન ટીમે બેંગકોકના ઇમપેક્ટ એરેના ખાતે રમાયેલી થોમસ કપની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે આ ટાઈટલ મેચમાં 14 વારની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને 3-0થી હરાવી દીધી છે. આ ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારત થોમસ કપના ફાઈનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.
ફાઈનલ સુધીની સફરમાં માત્ર એક જ ટીમ સામે હારી
થોમસ કપમાં ફાઈનલ સુધીની ભારતની સફર શાનદાર રહી છે. ભારતીય ટીમને ફાઈનલના પ્રવાસમાં ગ્રૂપ સ્ટેજની મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે એકમાત્ર હાર મળી હતી. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મનીને 5-0થી, કેનેડાને 5-0થી હરાવ્યું હતું. તે જ સમયે તે ચીની તાઈપેઈ સામે 2-3થી હારી ગઈ હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં 5 વખત વિજેતા મલેશિયાને હરાવ્યું, જ્યારે સેમિફાઇનલમાં 32 વખત અંતિમ ચરણ રમનારી ડેનમાર્ક જેવી ટીમને હરાવી હતી. વળી ડેનમાર્ક 2016ની વિજેતા ટીમ છે.
ટૂર્નામેન્ટનું આયોજન બે વર્ષે કરવામાં આવે છે
થોમસ કપ અગાઉ ત્રણ વર્ષ પર આયોજિત કરવામાં આવતો હતો, પરંતુ 1982માં ફોર્મેટમાં ફેરફાર પછી તેનું આયોજન બે વર્ષમાં કરવામાં આવ્યું છે. થોમસ કપને મેન્સ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).