Home Uncategorized કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર

કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર

ફેસ ઓફ નેશન, 14-04-2020 : કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વનો કુલ આંક 20 લાખ વટાવી ચુક્યો છે. આ વૈશ્વિક મહામારી સામે લડવા તમામ દેશો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. જો કે અમેરિકામાં આ રોગના સૌથી વધુ સંક્રમિતો અને મૃત્યુ નોંધાયા છે. ભારતમાં પણ આજે કોરોનાના કેસોએ 10 હજારનો આંક વટાવી દીધો છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા સંકલિત ડેટા અનુસાર વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 20 લાખથી વધી ગઈ છે. મૃત્યુઆંક લગભગ 120,000એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ સોમવારની રાત સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસથી મૃત્યુ પામનારા દેશ સાથે ઇટાલીને પાછળ છોડી દીધો છે.
દૈનિક મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયા પછી સ્પેન અને ઇટાલી મહત્વના નિર્ણયો લેશે. વાયરસથી પ્રભાવિત આ બે દેશો લોકડાઉન પગલામાં સરળતા લાવવાની તૈયારીમાં છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, સોમવારે દેશમાં 574 નવા મોત નોંધાયા હોવાથી ફ્રાન્સનું લોકડાઉન 11 મે સુધી લંબાય છે.
ભારતમાં અત્યાર સુધી કુલ 10453 કેસ નોંધાયા છે. જેમાં 8902 જેટલા લોકો સારવાર હેઠળ છે. 358 લોકોના મૃત્યુ નિપજ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video

આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા