Face Of Nation 25-06-2022 : છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયા કોરોના મહામારીની ચપેટમાં છે. ત્યારે હવે ફરી એક વાર કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે. કોરોના મહામારીનો ખતરો હજૂ પણ ટળ્યો નથી, ત્યારે હવે દુનિયાની સામે નવી એક મહામારીનો ખતરો ઉભો થયો છે. છેલ્લા કેટલાય મહિનામાં વિશ્વના અલગ અલગ દેશોમાં મેકીપોક્સના કેસો સામે આવ્યા છે. હવે વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સને મહામારી ઘોષિત કરી છે. તો બીજીતરફ મંકીપોક્સને મહામારી ઘોષિત કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય તેના વ્યાપક નુકસાનથી બચવાનો છે. WHNએ કહ્યું છે કે, દુનિયાભરના દેશોએ મંકીપોક્સ વિરુદ્ધ એક ઠોસ પગલું ઉઠાવાની જરૂર છે. અધિકારીઓએ કહ્યું છે કે, એક સંક્રમણને તે સ્થિતિમાં મહામારી ઘોષિત કરવામાં આવે છે, જ્યારે એક વિસ્તૃત ક્ષેત્રમાં વધવા લાગે છે અને સામાન્ય લોકોને તે પ્રભાવિત કરવા લાગે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બોલાવી બેઠક
અત્યાર સુધીમાં 58 દેશોમાં મંકીપોક્સના 3417 કેસોની પુષ્ટિ થઈ ચુકી છે અને તે મહામારી ઝડપથી કેટલીય દેશોમાં ફેલાઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠની મંકીપોક્સને લઈને બેઠક થાય તે પહેલા આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બેઠકમાં મીકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરવા પર વિચાર કરવા માટે બોલાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).