Home Uncategorized દુનિયાભરમાં દિવાળીની ઉજવણી, બાઈડેન અને બોરિસ જ્હોન્સને આ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ

દુનિયાભરમાં દિવાળીની ઉજવણી, બાઈડેન અને બોરિસ જ્હોન્સને આ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ

Face Of Nation, 05-11-2021:  દેશભરમાં હર્ષોલ્લાસથી દિવાળીની ઉજવણી થઈ રહી છે. કોરોનાની બીજી લહેર આવ્યા બાદથી દેશભરના લોકોએ આટલી ખુશીઓ ઘણા લાંબા સમય પછી મેળવી છે. આ વખતે લોકોમાં તહેવારને લઈને ખુબ ઉત્સાહ જોવા મળ્યો. આ અવસરે ભારત જ નહીં દુનિયાભરના દેશો દિવાળીની ઉજવણીમાં મસ્ત જોવા મળ્યા.

આ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્ની ઝિલ બાઈડેને એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે કોવિડ-19 મહામારીને જોતા આ વર્ષની દિવાળીના અનેક અર્થ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા હોવાના કારણે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવતા સાથે દીવા પ્રગટાવવા અમારા માટે સન્માનની વાત છે. પ્રકાશનું આ પર્વ અમેરિકા, ભારત અને દુનિયાભરમાં એક અબજથી વધુ હિન્દુ, જૈન, શીખ, અને બૌદ્ધ લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

બાઈડેને તેમના પત્ની ઝિલ બાઈડેન સાથે વ્હાઈટ હાઉસમાં એક દીવો પ્રગટાવતી પોતાની તસવીર શેર કરી.

બાઈડેન ઉપરાંત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાં રોશનીના તહેવારની ઉજવણી થઈ રહી છે. પરંતુ આ વખતે દિવાળી અનેક રીતે ખુબ અલગ છે. આ વર્ષે દિવાળી વિનાશકારી મહામારી વચ્ચે વધુ ગાઢ અર્થ સાથે આવી છે. આ હોલીડે આપણને આપણા દેશના સૌથી પવિત્ર મૂલ્યોની યાદ અપાવે છે.

આ ઉપરાંત બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે આપણા બધાના કપરા સમય બાદ મને આશા છે કે આ દિવાળી અને બંદી છોર દિવસ વાસ્તવમાં વિશેષ છે. વર્ષનો આ સમય પરિવાર અને મિત્રોને મળવાનો છે. જ્યારે આપણે ગત નવેમ્બર અંગે વિચારીએ છીએ તો તેમાં કોઈ શંકા નથી કે આપણે એક લાંબી મુસાફરી નક્કી કરી ચૂક્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)