Home World ન્યૂયોર્ક એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં, 19 મૃતકોમાં 9 બાળકોનો પણ સામેલ

ન્યૂયોર્ક એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં, 19 મૃતકોમાં 9 બાળકોનો પણ સામેલ

Face of Nation 10-01-2022: રવિવારે ન્યૂયોર્કના બ્રોન્ક્સ વિસ્તારમાં ભીષણ આગમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં 9 બાળકોનો પણ સામેલ હતા. ઓછામાં ઓછા 32 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ એક એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે લાગી હતી. આ ઘટના રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

પ્રાથમિક તપાસ બાદ આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક હીટર હોવાનું કહેવાઈ રહ્યું છે. હીટરમાં જ કોઈ ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ ધીમે ધીમે આગની જ્વાળાઓ બીજા માળે પહોંચી અને સમગ્ર એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી ગઈ.

ઓછામાં ઓછી 200 ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટા પાયે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પણ ઘણા લોકો આ આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. દાઝેલા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગની ઘટનાથી મેયર એરિક એડમ્સ સ્તબ્ધ રહી ગયા હતા. તેઓ આ આગને છેલ્લા વર્ષોની સૌથી ભીષણ આગની ઘટના ગણાવી રહ્યા છે.

જે લોકોને એપાર્ટમેન્ટમાંથી સફળ રીતે રેસ્ક્યુ થયું છે એ તમામને આ ભયાનક ઘટનાના વિચારો આવી રહ્યા છે. એક વ્યક્તિએ જણાવ્યું કે ફાયર એલાર્મ વાગ્યું હતું, પરંતુ તેને લાગ્યું કે તે ફેક છે અને તે પોતાના રૂમમાં જ રહ્યો. પરંતુ જ્યારે તેના ફોન પર નોટીફિકેશન આવ્યું ત્યારે તે એક્શનમાં આવી ગયો. પરંતુ આગના ધુમાડા આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ચુક્યા હતા. બહાર આગનો ધુમાડો એટલો હતો કે બિલ્ડિંગમાંથી નીચે જવું શક્ય નહોતું. પછી વ્યક્તિએ રાહ જોવાનું નક્કી કર્યું અને પછી રેસ્ક્યુ ટીમે તેને સુરક્ષિત બહાર કાઢ્યો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).