Home Gujarat ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ દિવસ : ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી...

‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ દિવસ : ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી છે

Face Of Nation 03-03-2022 : છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી છે. આ નેશનલ પાર્ક્સ અને સેન્ક્ચુરી મળીને કુલ વિસ્તાર 16,642 ચોરસ કિલોમીટર છે. ગીર નેશનલ પાર્ક સહિત 4 સેન્ચુરીમાં સિંહ વસે છે.
છેલ્લાં 5 વર્ષમાં 6.69 લાખ મુલાકાતીઓએ ગીર જંગલની મોજ માણી
2020-21માં રાજ્યના નેશનલ પાર્ક્સ અને સેન્ચુરીઝમાં મળીને કુલ 2.35 લાખ મુલાકાતીઓ આવ્યા હતા જેમાંથી સરકારને રૂ. 3.75 કરોડની આવક થઇ હતી. સૌથી વધારે એક લાખથી વધુ મુલાકાતીઓએ ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. 35 હજાર મુલાકાતીઓ થોળ સેન્ચુરીમાં ગયા હતા. છેલ્લાં 5 વર્ષમાં 6.69 લાખ મુલાકાતીઓએ ગીર જંગલની મોજ માણી છે. કોરોનાના કારણે ગીરમાં આવતા મુલાકાતીઓ ઘટી ગયા હતા. છેલ્લાં 5 વર્ષમાં પોણા બે લાખ લોકોએ નળસરોવરની મુલાકાત લીધી હતી.
જંગલખાતાના કર્મીઓ પર હુમલાના બનાવો વધ્યા
છેલ્લાં 5 વર્ષમાં જંગલખાતાના કર્મચારીઓ પર હુમલાના 110 બનાવો નોંધાયા છે. જેમાં 92 કર્મચારીઓને ઇજાઓ થઇ હતી. 2020-21માં આગના સૌથી વધારે બનાવો બન્યા હતા. 2017-18માં આગના 1,336 આગના બનાવોની સરખામણીએ 2020-21માં 1,784 બનાવો નોંધાયા હતા. 2005માં જળચર પક્ષીઓની સંખ્યા 1.50 લાખ હતી જે વધીને 2012માં 19.91 લાખ થઇ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).