Face of Nation 17-01-2022 : જાન્યુઆરી પૂરો થવાની આરે છે તો પણ ઠંડીમાં ઘટાડો થતો જણાતો નથી.પહોડોથી લઈ મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના દરેક વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. તેની અસર દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી જોવા મળી રહી છે. દિલ્હીમાં 122 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. 122 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં અહીં 88.2 મિમી વરસાદ થયો છે. વર્ષ 1901માં હવામાન વિભાગ પ્રમાણે વર્ષ 1901 બાદ જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં સૌથી વધારે વરસાદ થયો છે. આ અગાઉ 1989માં દિલ્હીમાં વર્ષના અગાઉ 1989માં દિલ્હીમાં વર્ષના પહેલા મહિનામાં 79.7 મિમી વરસાદનો રેકોર્ડ થયો હતો.દેશમાં છેલ્લા 15 કલાકથી થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાથી 300 કરતાં વધારે માર્ગો અને 250થી વધારે વિદ્યુત ટ્રાન્સફોર્મર (DTR) ઠપ્પ થઈ ગયા છે. ઉંચા વિસ્તારોમાં આજે દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુ દૂધ, માખણ, બ્રેડ અને શાકભાજીનો પુરવઠો પહોંચી રહ્યો નથી. માર્ગો બંધ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).