Home World ‘સ્પૂતનિક વેક્સિન’નું નવું રૂપ; રશિયાએ બનાવી દુનિયાની પહેલ ‘નેઝલ વેક્સિન’ જેને નાક...

‘સ્પૂતનિક વેક્સિન’નું નવું રૂપ; રશિયાએ બનાવી દુનિયાની પહેલ ‘નેઝલ વેક્સિન’ જેને નાક દ્વારા આપવામાં આવે છે!

Face Of Nation 02-04-2022 : લાંબા સમયથી રશિયા દ્વારા ઉપયોગમાં લેવાતી વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. હવે બીજા પણ દેશ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે. સૌથી પહેલા સફળતા મેળવનારા દેશમાં રશિયાનું નામ સામેલ થઈ ગયું છે. કહેવાય છે કે, ‘નેઝલ વેક્સિન’ આવવાથી કોરોના વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં વધારે સરળતાથી સફળતા મળશે. આ નેઝલ વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે. તેના ઈન્ટ્રાનેઝનલ વેક્સિન પણ કહેવાય છે. જે વેક્સિન માંસપેશિયોમાં ઈન્જેક્શન દ્વારા આપવામા આવે છે. તે ઈન્ટ્રામસ્કુલર વેક્સિન હોય છે. કહેવાય છે કે, આ નેઝલ વેક્સિન એક સ્પ્રે દ્વારા આપવામાં આવે છે.
ભારત પણ નેઝલ વેક્સિન તૈયાર થઈ રહ્યું છે
આમ તો ભારત પણ કોરોના વિરુદ્ધ નેઝલ વેક્સિન તૈયાર કરી રહ્યું છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ કેટલીય વાર તેનો ઉલ્લેખ કરી ચુક્યા છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસન સાથે મળીને તૈયાર કરી રહ્યું છે. ઈંજેક્શનવાળી વેક્સિનની સરખામણીમાં તેને વધારે ફાયદાકારક માનવામાં આવે છે. એક્સપર્ટ જણાવે છે કે, આ વેક્સિનની લોકો પર સાઈડ ઈફેક્ટ ખૂબ ઓછી રહેશે અને તેના કારણે ઈન્જેક્શ અને સોયનો કચરો પણ ઓછો થશે.
રેસમાં ભારતે ઝડપ રાખી
નેઝલ વેક્સિનના ઉપરાંત આ સમયે ડીએનએ વેક્સિન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ રેસમાં ભારતે ઝડપ રાખી છે. ઝાયડસ કેડિલા કંપની દ્વારા પ્રથમ ડીએનએ વેક્સિન તૈયાર થઈ રહી છે. કહેવાય છે કે, ફાર્માજેટ રીતે આ વેક્સિનને સરળતાથી લગાવામાં શકાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).