Home Special “XE નવો વેરિએન્ટ” એકદમ ચેપી છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે;...

“XE નવો વેરિએન્ટ” એકદમ ચેપી છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે; ગુજરાત-મહારાષ્ટ્રમાં નવો વેરિએન્ટના 3 કેસ છે!

Face Of Nation 11-04-2022 : કોરોનાનો નવો વેરિએન્ટ XE ભારતના 2 રાજ્યોમાં આવી ચૂક્યો છે. BMCએ મુંબઈમાં ફરી એક્સઈ વેરિએન્ટથી સંક્રમિત એક વ્યક્તિને શોધી કાઢવાનો દાવો કર્યો છે, જ્યારે ગુજરાતમાં પણ નવા વાયરસ માટે એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, કોવિડ -19 નો આ નવો વેરિએન્ટ એકદમ ચેપી છે અને ખૂબ જ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં XE વેરિએન્ટના 2 નવા કેસ મળ્યા બાદ લોકોમાં ચોથી લહેરની ચિંતા વધવા લાગી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને XE વેરિએન્ટને બીએ.2 વેરિઅન્ટ કરતા 10 ટકા વધુ ચેપી ગણાવ્યું છે. બીજીતરફ ભારતમાં હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં XE વેરિએન્ટના કેસ નોંધાયેલા છે. ગુજરાતમાં 1 અને મહારાષ્ટ્રના 2 કેસ આ વેરિયન્ટના છે. XE વેરિએન્ટ અતિ હળવો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે પરંતુ તે ચોથી લહેર લાવી શકવા સક્ષમ છે.
XE નવો વેરિઅન્ટના લક્ષણો>થાક>સુસ્તી>તાવ>માથાનો દુખાવો > શરીરનો દુખાવો>ગભરામણ>ધબકારા વગેરેનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).