Face Of Nation 07-05-2022 : મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક એક્સિડન્ટમાં પરિવારના સાત લોકોનાં મોત થયાં છે, 2ની હાલત ગંભીર છે. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર સામેલ છે. વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં પરિવારના 9 લોકો હતા. આ પરિવાર નોઈડામાં રહેતો હતો. તેઓ એક લગ્નમાં સામેલ થવા હરદોઈ આવ્યા હતા અને આજે વહેલી સવારે પરત જતા હતા. કારના આગળના હિસ્સાના ફુરચા ઊડી ગયા છે. પોલીસને શંકા છે કે વહેલી સવારે ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત થયો હશે. સ્પીડમાં જતી કાર આગળ જતાં વાહન સાથે અથડાતાં આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે, કારણ કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં અન્ય કોઈ વાહન નહોતું. બીજીતરફ મથુરામાં થયેલા આ દર્દનાક એક્સિડન્ટ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત તેમણે ઘાયલોને સૌથી સારી સારવાર આપવાનો આદેશ આપ્યો છે.
એક્સિડન્ટમાં કારનો આગળનો હિસ્સો કચડાઈ ગયો
પોલીસે જણાવ્યું હતું કે સવારે એક વાહનચાલકે ડાયલ-112માં ઘટનાની સમગ્ર માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા. એક્સિડન્ટમાં કારનો આગળનો હિસ્સો કચડાઈ ગયો છે. પરિણામે, ઘાયલોને પણ બહાર કાઢવામાં ઘણો સમય થયો. પોલીસ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 7 લોકોને મૃત જાહેર જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને 1 બાળક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).