Home Uncategorized આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી નાળામાં બસ ખાબકતાં 29 મુસાફરોનાં કરુણ મોત...

આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી નાળામાં બસ ખાબકતાં 29 મુસાફરોનાં કરુણ મોત ,20 લોકો ઘાયલ

સીએમ યોગી આદિત્યાનાથે યાત્રીઓના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ડીએમ અને એએસપીને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

બસ નાળામાં ખાબકતાં એક્સપ્રેસવે પર લોકો ચીસાચીસ કરી રહ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

Face Of Nation:આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી એક બસ નાળામાં ખાબકતાં 29 મુસાફરોનનાં મોત નિપજ્યાં છે, જ્યારે 20 લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈટાવાથી દિલ્હી જઈ રહેલી અવધ ડેપોની જનરથ એક્સપ્રેસ વે પર બસ ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કુબેરપુર પાસેના નાળામાં બસ ખાબકી હતી જેમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે.

વહેલી સવારે 4.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. બસ અનિયંત્રિત થઈને નાળામાં ખાબકી હતી જેમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલું છે. સીએમ યોગી આદિત્યાનાથે યાત્રીઓના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ડીએમ અને એએસપીને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

બસ નાળામાં ખાબકતાં એક્સપ્રેસવે પર લોકો ચીસાચીસ કરી રહ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ જેસીબી ક્રેઈનથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.