Home News રાષ્ટ્રપતિ ચૂંટણી : યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, TMCમાંથી રાજીનામું...

રાષ્ટ્રપતિ ચૂંટણી : યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, TMCમાંથી રાજીનામું આપતા કહ્યું- “મોટા ઉદ્દેશ્ય માટે અલગ થવા માગુ છું”, 27મીએ ભરશે ઉમેદવારી પત્ર!

Face Of Nation 21-06-2022 : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હા વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. તેમને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને આ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠકમાં NCP શરદ પવારે કહ્યું કે, અમે 27મી જૂને સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરીશું.
સિન્હાએ લખ્યું- હું મમતાજીનો આભારી છું
સિન્હાએ પોસ્ટમાં કહ્યું, ‘મમતાજીએ TMCમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા અપાવ્યા, તેના માટે હું તેમનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે હું એક મોટા ઉદ્દેશ્ય માટે પાર્ટીથી અલગ થઈ જઉં કે જેથી વિપક્ષને એકજૂથ કરવા માટે કામ કરી શકું. મને આશા છે કે મમતાજી મારા આ પગલાંને સ્વીકારશે.’ તો બીજીતરફ અત્યાર સુધીમાં અનેક મોટા નેતા રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી પાછા હટી ગયા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ સોમવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તેમની પહેલાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાથી ઈનકાર કરી દીધો હતો.
ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી 29મી જૂન
15મી જૂને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી 29મી જૂન છે. જો ચૂંટણી કરાવવાની જરૂર પડશે તો તે 18મી જુલાઈનાં રોજ કરાવવામાં આવશે અને જુલાઈમાં જ પરિણામ પણ આવી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).