Face Of Nation, 31-10-2021: સમાચાર એજન્સી PTIને સૂત્રોએ જણાવ્યું કે, કંપની અને સરકાર વચ્ચે વાતચીત બાદ પ્રતિ ડોઝની કિંમત ઘટાડવા પર 358 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં 93 રૂપિયાનો એક ડિસ્પોઝેબલ જેટ એપ્લીકેટરના ભાવ પણ સામેલ છે.
જોકે, સોઈ-મુક્ત ZyCov-D વેક્સિનના ડોઝ માટે 93 રૂપિયાનો એક ડિસ્પોઝેબલ દુખાવા રહીત જેટ એપ્લીકેટરની જરૂર હોય છે. એટલે કે હવે વેક્સીનના એક ડોઝની કિંમત 358(265+93) રૂપિયા હશે. જણાવી દઇએ કે, પહેલા કંપનીએ 3 ડોઝ માટે 1900 રૂપિયાની કિંમતનો પ્રસ્તાવ આપ્યો હતો.
ત્યારે, આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય નેશનલ ટેક્નીકલ એડવાયઝરી ગ્રુપ આન ઇમ્યુનાઇઝેશન(NTAGI)ની અપીલ રાહ જોઇ રહ્યું છે. આ ગ્રુપ આ ડોઝને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવાને લઇને વિચાર કરી રહ્યું છે. આ માટે ફાયદકારક છે, કારણ કે આ 12થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ લગાવી શકાશે, જેમના માટે કોઈ વેક્સીન નથી.
જૉયકોવ ડીના 3 ડોઝ લાગશે. પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે અને 56 દિવસ બાદ ત્રીજો ડોઝ અપાશે. સૂત્રોએ જણાવ્યું કે, કિંમતને લઇને સરકાર અને કંપની વચ્ચે અત્યાર સુધીમાં ત્રીજા તબક્કાની ચર્ચા થઇ ચૂકી છે. છેલ્લે ગુરૂવારે ચર્ચા થઇ હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)