Home Gujarat 3 દિવસ હિટવેવ : અમદાવાદ અને ગાંધીનગરમાં 22મી મે સુધી જાહેર કરાયું...

3 દિવસ હિટવેવ : અમદાવાદ અને ગાંધીનગરમાં 22મી મે સુધી જાહેર કરાયું ‘યલો એલર્ટ’, ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ!

Face Of Nation 19-05-2022 : ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 20મી થી 22મી મે સુધી શહેરમાં હિટવેવની શક્યતાઓ છે. ગરમીનો પારો અમદાવાદ શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કચ્છમાં આગામી 20મીથી 22મી મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો
રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યુ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.8, અમદાવાદમાં 42.4 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પારો 41.5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ગાંધીનગરમાં 41.4 ડિગ્રી જ્યારે ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે ગરમીનો પારો વધ્યો છે.
ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. 18મી બાદ ગુજરાત ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન 45 ડીગ્રીથી વધે એવી સંભાવના નહિવત્ છે. કેરળમાં 26મી મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27મી મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).