Home News શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ શરૂ; આંદોલન સાથે જોડાયેલા 300 લોકો બન્યા...

શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ શરૂ; આંદોલન સાથે જોડાયેલા 300 લોકો બન્યા સાક્ષી, યોગીએ કહ્યું- 500 વર્ષની સાધના સિદ્ધ થઈ!

Face Of Nation 01-06-2022 : શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ શરૂ થઈ ગયો છે. ગોરક્ષ પીઠના મહંત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે સ્વામી પરમાનંદ સહિત રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા 100થી વધારે સંતો સહિત 300 લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં ભાગ લેવા સવારે 9 વાગે અયોધ્યા પહોંચ્યા હતા. આ સાથે ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા રામકથા પાર્ક પહોંચ્યા હતા. અહીં આવ્યા પહેલાં તેઓ સાડા નવ વાગે હનુમાનગઢીમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂજા કરી હતી. ત્યાર પછી રામ જન્મભૂમિ માટે રવાના થયા હતા.
‘આજનો દિવસ રામભક્તો માટે ખુશીનો દિવસ છે’
ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામ જન્મભૂમિનું નિર્માણ શરૂ થયું છે. રામ જન્મભૂમિ પરિસરમાં પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે. આજે બીજા તબક્કાનું કામ શરૂ થયું છે. આજનો દિવસ રામભક્તો માટે ખુશીનો દિવસ છે. રામભક્તોને શુભેચ્છાઓ. હનુમાનજીની કૃપાથી બધું કામ થઈ રહ્યું છે. હું સૌભાગ્યશાળી છું કે મંદિરના નિર્માણનો સાક્ષી બની રહ્યો છું. રામ મંદિર આંદોલનના સૈનિક તરીકે મને આ મોકો મળ્યો છે. તો બીજીતરફ તૈયારીઓ માટે મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની ટીમે રામ જન્મભૂમિ પરિસરમાં દરેક તૈયારીઓ પૂરી કરી લીધી હતી. કમિશનર નવદીપ રિનવા, જિલ્લાઅધિકારી નીતીશ કુમાર અને આઈજી રેન્જ કેપી સિંહની સાથે એસએસપી અયોધ્યા શૈલેષ પાંડેએ રામ જન્મભૂમિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ સ્થળ પર લગાવેલા ભવ્ય પંડાલ સહિત સમગ્ર પરિસરની તૈયારીઓ ચેક કરી લીધી હતી.
25,000 તીર્થ યાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે
1,000 વર્ષ કરતા વધુ સમયથી અસ્તીત્વ ધરાવતા રામ મંદિરના પ્રથમ તબક્કામાં એક તીર્થ સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આશે. તે અંદાજે 25 હજાર તીર્થ યાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. તેને પૂર્વ દિશામાં મંદિર પહોંચવાના રસ્તા બાજુ બનાવવામાં આવશે. રામ મંદિર સિવાય પરિસરમાં ભગવાન વાલ્મિકી, કેવટ, માતા શબરી, જટાયુ, માતા સીતા, ગણેશ અને શેષાવતાર (લક્ષ્મણ)નું મંદિર પણ બનાવવામાં આવશે. કુલ 70 એકર વિસ્તારની અંદર અને મંદિરની બહારના આસપાસના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરાશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).