Face Of Nation 03-09-2022 : ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને પછાડી દીધા છે. યોગી આદિત્યનાથના ટ્વિટર ફોલોઅર્સ હવે રાહુલ ગાંધી કરતાં પણ વધુ છે. યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. સીએમ યોગીના ટ્વિટર હેન્ડલ પર 21.5 મિલિયન ઓર્ગેનિક ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 21.4 મિલિયન છે.
યોગી આદિત્યનાથ માત્ર 50 લોકોને ફોલો કરે!
રાહુલ ગાંધી ટ્વિટર પર 250થી વધુ લોકોને ફોલો કરે છે, જ્યારે યોગી આદિત્યનાથ માત્ર 50 લોકોને ફોલો કરે છે. બંને નેતાઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીએમ યોગીની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીની આ તસવીરના કારણે ફરીથી યુપીની સત્તા પણ હાંસલ થઈ હતી. લોકોને યોગી આદિત્યનાથની કડક છબી અને હિન્દુત્વની વિચારધારા ગમે છે.
યુપીમાં સીએમ યોગીનો ચહેરો પણ ખૂબ મહત્વનો
યુપી વિધાનસભા ચૂંટણીમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ચૂંટણીમાં સપા આગળ જઈ રહી છે, પરંતુ લોકોએ ફરી યોગીને તક આપી. આખા દેશમાં ભાજપ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે, પરંતુ યુપીમાં સીએમ યોગીનો ચહેરો પણ ખૂબ મહત્વનો બની ગયો હતો. યોગી આદિત્યનાથે આજે સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે. આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે, ત્યાં તમામ રાજ્યોમાં સીએમ યોગી હંમેશા સ્ટાર પ્રચારકની ભૂમિકામાં જોવા મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).