Face Of Nation 19-04-2022 : ઉત્તર પ્રદેશમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય. આ સંદર્ભે યોગી સરકારે સોમવારે મહત્વનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં શોભાયાત્રા નીકાળતા પહેલાં આયોજકો પાસેથી શાંતિ-સૌહાર્દ જાળવવા અંગે એફિડેવિટ લેવામાં આવશે.
નવા આયોજનને નહીં મળે મંજૂરી
મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘હવેથી કોઈ શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ પરવાનગી વિના નીકાળવામાં નહીં આવે. પરવાનગી પહેલાં, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. ફક્ત એ લોકોને જ ધાર્મિક સરઘસ નીકાળવાની પરવાનગી અપાશે કે જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ.’ બીજીતરફ યોગી સરકારનો આ આદેશ પણ એવાં સમયે આપવામાં આવ્યો કે, જ્યારે હાલમાં રામનવમી અને હનુમાન જયંતિના અવસર પર દેશના અલગ-અલગ રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. એ સિવાય દિલ્હીના જહાંગીરપુરીમાં પણ હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News યોગી સરકારનો સૌથી મોટો નિર્ણય; ઉત્તરપ્રદેશમાં પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા નહીં કાઢી...