Home News યોગીએ બીજી વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી પદના શપથ લીધા; સ્ટેડિયમમાં જામી લાખોની...

યોગીએ બીજી વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી પદના શપથ લીધા; સ્ટેડિયમમાં જામી લાખોની ભીડ

Face Of Nation 25-03-2022 : યોગી 2.0 સરકારની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. જેમાં યોગીએ બીજીવાર સીએમ પદના શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અટલ સ્ટેડિયમ ખાતે હાજર રહ્યા છે. આ દરમિયાન 52 ધારાસભ્ય પણ મંત્રી પદ માટે શપથ લઈ રહ્યા છે, જેમાં કુલ 52 સભ્યોની કેબિનેટમાં 18 કેબિનેટ મંત્રીઓ, 12 સ્વતંત્ર પ્રભાર અને 20 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય થે કે યોગી 2.0 કેબિનેટમાં કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. બીજી બાજુ જોવા જઈએ તો પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા, સતીશ મહાના, મોહસિન રઝા સહિત લગભગ 20 મંત્રીઓના નામ યાદીમાં નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).