Face Of Nation:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોબ લિંચિંગની ઘટનાઓ રોકવા માટે ગૌસેવા આયોગ સાથે મળીને એક રોડમેપ તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગૌવંશ લઈ જતા હશે તો તે વ્યક્તિને ગૌસેવા આયોગ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. સુરક્ષાની જવાબદારી પણ આયોગની રહેશે. જેથી લિંચિંગ જેવી ઘટનઓને રોકી શકાય.
યોગીએ આયોગને એવુ પણ કહ્યું છે કે, ચોરી-છૂપીથી થતી તસ્કરીની ઘટનાઓ રોકવા માટે પણ યોગ્ય પગલા લેવામાં આવે. પહેલાંથી ચાલતી ગૌશાળાના નિરક્ષણ માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
બે ગાય રાખનાર પાલકને રૂ. 30 પ્રતિ દિવસ આપવાનું સૂચન
યોગીએ આયોગના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, ગૌશાળાઓને આત્મ નિર્ભર બનાવવા વિશે કામ કરો. તેમણે અધિકારીઓને કહ્યું કે, બે ગાય રાખનાર ખેડૂતોને ઘાસ-ચારા માટે રૂ. 30 પ્રમાણે નાણાં આપવા જોઈએ. સીએમએ ગાય અને પશુપાલકોની સુરક્ષા અને ગૌશાળાને સારી બનાવવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જાનવરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે ક્રૂરતા ન થાય તે માટે લોકોને જાગ્રત કરવાની જરૂર છે.