Face Of Nation 27-03-2022 : આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહ્યું હતું કે, ભાજપના રાજમાં પેપર ફૂટવા હવે સામાન્ય બાબત બની ચૂકી છે. જો સરકાર નિષ્પક્ષ પણે પરીક્ષા ન લઈ શકતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જો સરકાર નિષ્પક્ષ પણે આયોજન ન કરી શકતી હોય તો અમારા જેવા યુવાનો પરીક્ષા યોજવા તૈયાર છે. તો બીજીતરફ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા જે વાત મળી રહી છે કે પરીક્ષાનું પેપર ચાલું હતું ત્યારે પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓને સીધા પેપરના જવાબ લખીને કાગળ મોકલવામો આવ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં 11 વખત પેપર ફૂટવાનું ઘટના બન્યા બાદ પણ કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી આ એનું જ પરિણામ છે.
મારી માહિતી પ્રમાણે આ કોપી કેસનો બનાવ છે: વાઘાણી
શિક્ષણ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેટલાક લોકો કોઈપણ વાત સમજ્યા વગર સરકારને બદનામ કરવાની કેટલાક લોકો પ્રવૃતિ કરી રહ્યા છે. અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં કોપી કેસ થયેલો છે. કોઈ વિદ્યાર્થી પાસેથી તૈયાર જવાબ મળે તેનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે. પેપર ફૂટ્યું હોય તો પહેલા ફૂટે, પરીક્ષા પહેલા વહેચણી કરે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).